Gujarat

બનાસકાંઠાના થરાદમાંથી બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા પોલીસ ઝડપી પાડયા

બનાસકાંઠાના થરાદમાંથી ચેકપોસ્ટ પરથી બાઈક પર સવાર થઈને બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા પોલીસ ઝડપી લીધા હતા. થરાદ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન શંકર અજમલભાઈ રાજપૂત અને ગણેશ બલદેવભાઈ પ્રજાપતિને ૨૩ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા ૨.૩૦ લાખની કિંમતના હેરોઈન સહિત ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.