આણંદ શહેરના નાની ખોડીયાર ગંદેવનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. શાંતીબેન પ્રજાપતિ તેમના ભત્રીજા વિરજીભાઈની બાઈક પર બેસીને નહેરૂ બાગ ખાતે સબંધીના પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.
બપોરે દોઢ વાગ્યે બળીયાદેવ મંદિર સામે રોડ પર બાઈકથી ઉતરતી વખતે બે અજાણ્યા શખસ બાઈક પર આવ્યા હતા.
પાછળ બેઠેલા શખસે શાંતીબેનના ગળામાંથી 2 લાખની કિંમતનો સોનાનો હાર ખેંચી લીધો હતો.
બંને લૂંટારુઓ તરત જ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. પરિવારે શરૂઆતમાં પોતાની રીતે તપાસ કરી હતી.
પરંતુ કોઈ માહિતી ન મળતા અરજણભાઈ પ્રજાપતિએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અજાણ્યા બાઈક સવાર બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અરજણભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટના 30 માર્ચ 2025ના રોજ બની હતી.

