ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર ની કવિશ્રી ઉદયન ઠક્કર અધ્યક્ષતા માં શિશુવિહાર બુધસભાની ૨૩૪૬ મી બેઠક માં કાવ્યપાઠ કરી ભાવકોની ખૂબ દાદ મેળવી
ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૪૬ મી બેઠક તા.૦૨/૦૭/૨૫ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે ડૉ.માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં શિશુવિહાર ખાતે યોજાયી. ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી શિશુવિહાર બુધસભામાં સર્જક ગોષ્ઠિ ઉપક્રમમાં પ્રખ્યાત કવિશ્રી ઉદયન ઠક્કરે તેમના શબ્દમાં તેમના સર્જન અને સર્જનયાત્રા વિશે ગોષ્ઠિ કરી અને તેમની આગવી ભાષા અને શૈલીમાં કાવ્યપાઠ કર્યો.ભાવકોએ મન ભરીને તેમની રચનાઓને માણી અને તાળીઓના નાદ સાથે વધાવી… સમગ્ર બુધસભાનું વાતાવરણ ઉદયનભાઈની કવિતાઓથી ગુંજી ઉઠ્યું… શિશુવિહાર બુધસભાની પ્રણાલી પ્રમાણે કવિશ્રીનું સન્માન ડૉ.મહેન્દ્રસિંહ પરમારના હસ્તે થયું. આજની બુધસભામાં ૬૦ ભાવકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા… રિપોર્ટ નટવરલાલ ભાતિયા





