Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

—————————————- અમરેલી :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીની Apex Schoolમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે 75 વિદ્યાર્થીઓએ શહેરના 75 વેપારીઓને રૂબરૂ મળી Certificate of Appreciation આપી સન્માનિત કર્યા. આ અનોખા કાર્યક્રમમાં શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી અને વેપારીઓને Made in India products ને વધુ પ્રોત્સાહન આપવા તેમજ Make in India અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરી.
ખાસ વાત એ રહી કે પ્રધાનમંત્રી મોદીસાહેબે દેશના વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના અભિયાનમાં જોડાવાનું જે આહવાન કર્યું હતું, તેની સૌ પ્રથમ શરૂઆત અમરેલીની Apex Schoolના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. વેપારીઓ તરફથી આ પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. તેમણે વિદ્યાર્થીઓની પહેલને બિરદાવી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.એપેક્ષ સ્કૂલના સંચાલક ઉપેન્દ્રભાઈ વડાળીયા સાહેબે જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક પ્રેરણાદાયી પગલું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250919-WA0138.jpg