Gujarat

સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન

તા. ૨૮/૧૦/૨૦૨૫

સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન

રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રબળ બનાવવા જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ

ભરૂચ – બુધવાર – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તારીખે ઉજવવામાં આવે છે. આ અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે, ભરૂચ જિલ્લામાં “એકતા રન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તારીખ ૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ, શુક્રવારના દિવસે, સવારે ૭:૦૦ વાગ્યે યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી, ભરૂચથી થશે, જે શક્તિનાથ સર્કલ – પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થશે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવા તથા પ્રતિજ્ઞા લેવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, એન.સી.સી., એન.એસ.એસ.,પોલીસના જવાનો, હોમગાર્ડ રમતવીરો તેમજ સામાન્ય નાગરિકો ઉત્સાહભેર ભાગ લેશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રની એકતા, અખંડતા અને એકરૂપતાના આદર્શોને ઉજાગર કરવાનો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા રન ને સફળ બનાવે અને રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રબળ બનાવે છે…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…

IMG-20251030-WA0006.jpg