વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ નાં નિવાસે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉજવણી —————————————-વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ નાં નિવાસે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉજવણી
તારીખ.૧૦/૦૭/૨૫ નાં રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધીશ્વર પ.પૂ.સ.ધ.ધુ ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીનું ભાવપૂજન સંપ્રદાયના સંતો- હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશ થી લાખો સત્સંગી હરિભક્તો અને ધામો ધામથી સંતો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંપ્રદાયના ગુરુપદે બિરાજમાન પ.પૂ. આચાર્ય મહારાજશ્રીનું પૂજન ભાવી આચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી , શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી, શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે કવિન્દ્ર મિસ્રાજી દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી -લાડવી, શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી- સોમનાથ, સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી- વડતાલ, શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી -ગઢપુર શ્રી એસ.પી.સ્વામી -ગઢપુર , શ્રી રૂષીકેશ પ્રસાદદાસજી- બાંધણી આદિક સંતો એ ગુરૂ પૂર્ણિમા પર્વ અને ગુરૂ નાં મહિમા ની વાત કરી હતી.આ પ્રસંગે દેશ વિદેશના હરિભક્તો ની ખુબ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી શ્રી રઘુવીર વાડી અને વડતાલ નાનુ પડ્યું હતું.અંતમાં હરિભક્તોએ પણ આચાર્ય મહારાજશ્રી ના ચરણસ્પર્શ રૂપી ભાવપૂજન કરી ધન્યતા અનુભવી હતી.પૂજન કરવા આવનાર હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો જેમાં સુરતનાં અને વડતાલ ગાદીના હરિભક્તો એ ભાવ સાથે સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા સુંદર કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા