Gujarat

વડોદરા કોર્પોરેશન પાણી, ડ્રેનેજ અને પૂરની સમસ્યા નિવારવા IIT રૂડકીના નિષ્ણાતોની સલાહ લેશે

વડોદરા કોર્પોરેશન માટે પાણી, ડ્રેનેજ અને પૂરની સમસ્યા માથાનો પડકારજનક છે. પાલિકા દ્વારા આ સમસ્યાઓથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમછતાં આ સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.

આ સમસ્યાઓના ઉકેલ માટે IIT રૂડકીના નિવૃત્ત પ્રોફેસરની ટીમે આજે વડોદરા કોર્પોરેશનમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી સહિત પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાલિકા દ્વારા પાણી પાણીની આવક, વિતરણ તેમજ ડ્રેનેજ અને વિશ્વામિત્રીમાં આવતા પૂર અંગેની માહિતી આપવામાં આવી હતી.

આજે માસના ચોથી શનિવારે રજા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા કાર્યરત રહ્યું હતું. IIT રૂડકીની ટીમના અરુણકુમાર, એડિશનલ સિટી એન્જિનિયર અને પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે સહિત અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ ટીમને આજવા સરોવર સહિત સંબંધિત સ્થળોની મુલાકાત લીધી હતી.