શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટમાં માસમાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝની વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે આ કામગીરી દરમિયાન નદીમાં વસવાટ કરતા મગરોનું સ્થળાંતર કર્યા વગર એક પછી એક ભાગમાં કામ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વામિત્રી નદીના વિસ્તારને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો આ અંગેની માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં વિશ્વામિત્રી નદીનો 24.7 કિલોમીટરનો વિસ્તાર છે.
આ વિસ્તારને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. જેમાં મારેઠાથી કોટનાથ મહાદેવ, કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ, વિદ્યાકુંજથી કાશીબા હોસ્પિટલ અને કાશીબા હોસ્પિટલથી દેણા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.

