અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરામાં શીતળા માતાજીનો પરંપરાગત મેળો યોજાયો હતો. આ મેળામાં અબડાસા તાલુકાના આસપાસના ગામોના લોકોએ શીતલા માતાજીના દર્શન કર્યા હતા.
શીતલા માતા મેળા સમિતિ દ્વારા આયોજિત આ મેળામાં નાસ્તા, ઠંડા પીણાં અને રમકડાંની વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવી હતી. સવારથી શરૂ થયેલા મેળામાં બપોર બાદ બખ મલખડાની રમત યોજાઈ હતી.
બખ મલખડાના વિજેતાઓને ભાનુશાલી લક્ષ્મીદાસ, વલ્લભદાસ, શંકરલાલ ભાનુશાલી, પ્રવીણભાઈ (ગાભુ શેઠ), વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, માજી સરપંચ આદમભાઈ લોધરા અને ઉપસરપંચ જુમાભાઈ કોલી દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. બખ મલખડાના પંચ તરીકે હાજી આમદ કૂણાઠીયા અને મંધરા હાજી આદમ રહ્યા હતા.

મેળામાં સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી, સેવા સમાજ ટ્રસ્ટી વલ્લભદાસ ભાનુશાલી, દેશ મહાજનના ઉપપ્રમુખ શંકરલાલ ભાનુશાલી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
ખાસ કરીને મુંબઈ, વાપી અને વલસાડથી ભાનુશાલી સમાજના આગેવાનો પણ વતનમાં પધાર્યા હોવાનું રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

