મેંદરડા : તાલુકા નુ છેવાડા ના બોડી ગામ ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો
બરણેસ્વર મહાદેવ મંદિર અને સોમનાથ મંદિર બંન્ને ની પ્રાણ પ્રતિષ્ઠા સાથે થયેલ હતી
માળીયા હાટીના તાલુકા ના બોડી ગામ ખાતે આવેલ બરણેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ મહાદેવ મંદિર સાથે થયેલ હતી શ્રાવણ માસ દરમ્યાન સમસ્ત ગ્રામજનો શિવ મા લીન થય જતા હોય છે ત્યારે આજુ બાજુ ના વિસ્તારો ના લોકો અહી બહોળી સંખ્યામાં આસ્થા સાથે જોડાયેલા હોવાથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે
માળીયા હાટીના તાલુકાના બોડી ગામમાં બરણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ શિવ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા સોમનાથ મહાદેવ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા જ્યાં કરવામાં આવેલ હતી એજ સમયે બોડી ગામના બરણેશ્વર મહાદેવ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હતી આ એક કુદરતી સંયોગ સર્જાયો છે.બોડી ના બરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન બહોળી સંખ્યામાં લોકો શિવ દર્શન કરવા ઊમટી પડે છે ગામનાં અને આજુબાજુ ના વિસ્તારોમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.મંદિર ના પુજારી શ્રી મહેશ ગીરીબાપુ અપારનાથી દ્વારા શ્રાવણ માસ દરમ્યાન મહાદેવ ને વિવિધ સળગાર, પુજન અર્ચન કરી મહાદેવ ને રીઝવવા સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને ભાવિ શિવ ભક્તો આસ્થા સાથે મહાદેવ ને પુજન અર્ચન વગેરે વિવિધ દરરોજ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે
રીપોંટ : કમલેશ મહેતા મેંદરડા