બ્રહ્મા ગુરુકુલમ મોટા વરાછા સુરત દ્વારા નવરાત્રી પૂર્વે વિવિધ કાર્યક્રમ યોજાયા
સુરત નવરાત્રીનું આયોજન “માં” નો ગરબો રાખવામાં આવયો.દરેક વાલીએ ની હાજરી વચ્ચે બ્રહ્મા ગુરુકુલમ ખાતે વાલી માટે કોમ્પિટિશન રાખવામાં આવી દરેક વાલીએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા બ્રહ્મા ગુરુકુલમ ના ફાઉન્ડર વેજપરા અંકુરભાઈ અને શીતલબેન દ્વારા નાના બાળકો ને ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અભ્યાસ સાથે આધ્યમિકતા ના સંસ્કાર નું સીંચન કરતા અનુભવી શિક્ષકો ના માધ્યમ થી કરે છે. નવરાત્રી પૂર્વે મા અંબા ને આરતી , નાની બાલિકા ઓ નવદુર્ગા બની અને નવદુર્ગા નું પૂજન દ્વારા અલોકિત વાતાવરણ સર્જયુ હતુ. વાલી બહેનો એ પણ માતાજી નો ગરબો ગાયો હતો. નવા સત્ર ના ધાર્મિક કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વો વગેરે જેવી ઉજવણી મા ભાગ લેતા બાળકો ને પ્રોત્સાહન ઈનામ વિતરણ કરવામાં આવે છે કાર્યકમ માં અતિથિ ડો. ઋષિ રંગપરિયા એ પ્રેરક પ્રવચન આપેલ. રેડક્રોસ અને ચક્ષુબેંક ના ઉપ પ્રમુખ દિનેશભાઈ જોગાણી એ ઉપસ્થિત રહી પ્રોગામ ને આવકાર્યો તેમજ તમામ સ્ટાફ ને અભિનંદન પાઠવતા જણાવ્યું કે હાલ ના વિકસિત દેશ સાથે રહેવા આપણે આપણી સંસ્કૃતિ ના મૂલ્યો નું જતન કરવા આવી સંસ્થા ઓ ખૂબ જ જરૂરી હોય. બાળકો ને શિક્ષણ સાથે સંસ્કાર પાયા માથી મળે તેવા પ્રયત્નો કરવામાં સફળ તા પૂર્વક કામ બ્રહ્મા ગુરુકુલમ દ્વારા કરવામાં આવે છે. જે ગુજરાતી, અંગ્રેજી માધ્યમ માં આપણા વિસ્તાર મા અનોખી સંસ્થા છે. વાલી ઓ એ બાળકો ને સંસ્કાર આપવાનું કાર્ય કરવા મા બ્રહ્મા ગુરુકુલમ મહદ અંશે મદદ રૂપ થાય છે. વિકસિત દેશ ની ફી ના પ્રમાણ મા નજીવી ફી મા શ્રેષ્ઠ ઘડતર બાળકો નું કરે છે. બાળકો એ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. ગરવી ગુજરાત ના ગરબા સૌ સાથે મળીને રમ્યા. કાર્યક્રમ નું સંચાલન શ્રીમતી શીતલબેન માવાણી કરેલ કાર્યકર્મ ને અંતે સૌ ને સેન્હ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ બ્રહ્મા ગુરુકુલમ તરફ થી ગાર્ડન રેસ્ટોરન્ટ મા લીધેલ. રિપોર્ટ નટવરલાલ ભાતિયા