વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે. ————————————–દામનગર થી ધામેલ સુધી વીર જવાન અમર રહો ના નારા સાથે બાઇક રેલી રૂપે હજારો યુવાન જોડાશે ————————————– દામનગર ના ધામેલ ગામ ના વીર જવાન શહીદ મેહુલ ભુવા નો કાશ્મીર થી પાર્થિવ દેહ વતન પહોંચશે અને લશ્કરી સન્માન સાથે દાહ સંસ્કાર અપાશે સામાન્ય માલધારી પરિવાર ના મેહુલ મેપાભાઈ ભુવા મૂળ ગામ ધામેલ મેપાભાઈ કાનાભાઈ ભુવા ના ચાર સંતાનો પેકી બે દીકરા અને બે પુત્રી ઓમાં શહીદ મેહુલભાઈ ભુવા નું પ્રાથમિક શિક્ષણ ધામેલ ખાતે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ અભ્યાસ કરેલ ભાલવાવ ઉત્તર બુનિયાદી શાળા ના અને દામનગર શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ ના કુલ ૨૫ થી વધુ યુવાનો લશ્કર માં ફરજ બજાવે છે વીરગતિ પામેલ મેહુલભાઈ કાશ્મીર ફરજ દરમ્યાન શહીદી વહોરી હતી મેહુલ ભુવા વીરગતિ પામ્યા હોવા ના સમાચાર થી સમગ્ર પંથક માં ભારે ગનગીની વ્યાપી હતી યુવાનો માં રોડ મોડેલ બની ચૂકેલ મેહુલ ભરવાડ દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં અવાર નવાર મુલાકાતી રહ્યા છે વીર જવાન મેહુલભાઈ ભુવા ને બે સંતાનો એક પુત્ર પાંચ વર્ષ અને એક પુત્ર ત્રણ વર્ષ છે ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા શહિદ મેહુલ ભુવા મિત ભાષી અને મિલનસાર સ્વભાવ થી સમગ્ર પંથક માં ભારે લોકચાહના ધરાવે છે તેના ના પાર્થિવ દેહ ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન અને દાહ સંસ્કાર પૂર્વે દામનગર શહેર થી એક વિશાળ બાઇક રેલી રૂપે વીર જવાન અમર રહો ના નારા સાથે ધામેલ ખાતે પહોંચશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા