Gujarat

નડિયાદમાં VHPએ કલેક્ટરને આવેદન આપ્યું, રાષ્ટ્રપતિ શાસનની માગ

નડિયાદમાં વિશ્વ હિંદુ પરિષદે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજે પ્રદર્શન કર્યું હતું. ખેડા જિલ્લા VHP અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ધરણા યોજ્યા હતા. કાર્યકરોએ ‘મમતા બેનરજી હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને તાત્કાલિક રોકવાની માગ કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરવામાં આવી છે.