જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદ ડાંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના સક્રિય સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે.
ડાંગરે રાજીનામાના કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પહેલા અને બીજા નંબરની પાર્ટીમાંથી હવે છેલ્લા નંબરે પહોંચી ગઈ છે. તેમણે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનો હવાલો આપ્યો હતો.

તેમના મતે, આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે લોકોનો કોંગ્રેસ અને તેના નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
તેમણે આરોપ મૂક્યો કે વિસાવદર ચૂંટણીમાં થયેલા નાણાકીય વ્યવહારોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ડાંગરે ઉમેર્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં સક્રિય હતા અને વિવિધ મુદ્દાઓ અંગે પ્રદેશ કક્ષાના નેતાઓને રજૂઆત પણ કરી હતી.
તેમના મતે, પ્રદેશ કક્ષાના નેતાઓ પર પણ હવે લોકોનો વિશ્વાસ રહ્યો નથી.