Gujarat

મેંદરડા ના દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા મહોત્સવ ઉજવાયો

મેંદરડા ના દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરે વિતક કથા મહોત્સવ ઉજવાયો

વિતક કથા મહોત્સવ પ્રણામી મંદિર દાત્રાણા ખાતે યોજાયેલ જે ખાસ કરીને મેંદરડા તાલુકા નુ ગામ દાત્રાણા જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી નું મોસાળ છે ગાંધીજીનું મોસાળ નિજાનંદ સંપ્રદાયના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ હતા ગાંધીજી નાનપણમાં માતા પૂતળીબાઈ સાથે દાત્રાણા ગામે આવેલ પ્રણામી મંદિરે રોજ દર્શન કરવા આવતા એ મંદિરમાં આજે પણ સવાર સાંજ સેવા પૂજા અને ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં વિતક કથાનું આયોજન થાય છે અને મેંદરડા સહિત આજુબાજુના ગામો ખડીયા, નાગલપુર,આણંદપુર,ખીમપાદર વગેરે ગામ ના સુંદરસાથ રસપાન કરવા આવે છે અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે આ મંદિરમાં વર્ષો સુધી મેંદરડાના પૂર્વ ધારાસભ્ય દેવાનંદભાઈ સોલંકી પ્રમુખ તરીકે સેવા આપી અને તેઓના સમયમાં જ જુના મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ અને હાલ નવુ મંદિર શિખરબંધ બનેલ છે

જેમાં દાત્રાણા ગામના તમામ સુંદરતા તેમજ આજુબાજુના ગામના સુંદરસાથ ના સહકારથી આ કાર્ય સંપૂર્ણ થયેલ છે તેમજ હાલના સમયમાં દાત્રાણા ગામના તેમજ આજુબાજુના યુવાનો તેમજ વડીલોની સેવા કાર્યથી તા.૨૭/૭/૨૦૨૫ થી તા.૨/૮/૨૦૨૫ દરમ્યાન વિતક કથાનું રસપાન રાજકોટ ના ધર્મ પ્રચારક ભાવનાબેન તથા કંચન બેન દ્વારા આ કથાનું રસપાન થય રહ્યુ છે હાલ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ દિનેશભાઈ સોલંકી, મિત્ર મંડળ દ્વારા સેવાકાર્ય અવિરત ચલાવવામાં આવી રહ્યું છે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250801-WA0053-1.jpg IMG-20250801-WA0057-0.jpg