તા. ૧૧/૧૦/૨૦૨૫
“વિકાસ ગાથા સપ્તાહ”
કેસલું, કુરચણ, અને સમની ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું
ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી
ભરૂચ – શનિવાર – સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેસલું, કુરચણ, સમની ગામે ‘સંકલ્પ સિદ્ધિનો વિકાસરથ’ તરીકે ઓળખાતો વિકાસ રથ ગામમાં આવી પહોંચતાં જ લોકોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે, સામાજિક ન્યાય સમિતિના અધ્યકક્ષ કંચનબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ, સહિતના મહાનુભાવોના હસ્તે ગામનાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતુ.
વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા-તાલુકાનાઅધિકારીઓ-પદાધિકારીઓ સહિત કેસલું, કુરચણ, સમની ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….