Gujarat

ભરૂચના વાગરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

તા. ૧૦/૧૦/૨૦૨૫

વિકાસ સપ્તાહ: ભરૂચ

ભરૂચના વાગરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી મેળવી

સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી

ભરૂચ – શુક્રવાર – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વાગરા ગ્રામ પંચાયત ગામે વિકાસ રથ આવી પહોંચતાં ગ્રામજનોએ ઉત્સાહભેર વિકાસ રથનું સ્વાગત કર્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતસિંહ એચ વાઘેલા ના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભૂપતસિંહ એચ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૭ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.

આ અવસરે કુપોષિત માંથી સુપોષિત બનેલાં બે બાળકો અને તેમનાં વાલીઓને સન્માનિત કરાયાં હતાં. ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી ફિલ્મ નિદર્શન દ્વારા સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી પણ મેળવી હતી. કાર્યક્રમના અંતે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

આ વેળાએ શ્રીમતિ મીનાબેન પટેલ, શ્રી ધ્રુવકુમાર બી. પટેલ, શ્રી પ્રવીણકુમાર સિંગ શ્રી, તુષારભાઈ જાગાણી, શ્રી નાગજીભાઈ એસ. ગોહિલ, શ્રી જીતેશકુમાર યુ. પટેલ, શ્રી હરેશભાઈ પટેલ, શ્રી બુધાભાઈ રાઠોડ, સરપંચ શ્રી, તાલુકા-જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં… ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…

IMG-20251011-WA0005-2.jpg IMG-20251011-WA0006-1.jpg IMG-20251011-WA0004-0.jpg