Gujarat

રાણપુર શહેરમાં લુહાર-સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાણપુર શહેરમાં લુહાર-સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સમગ્ર દેશભરમાં વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કપિલેશ્વર મહાદેવ ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતીની લુહાર-સુથાર જ્ઞાતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભગવાન વિશ્વકર્મા નું પૂજન,આરતી તેમજ મહાપ્રસાદ સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ પોપટભાઈ લક્ષ્મણભાઈ હરસોરા પરિવાર વિશ્વકર્મા જયંતીની ઉજવણીના મુખ્ય દાતા રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લુહાર-સુથાર જ્ઞાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા અને ભક્તિભાવ સાથે વિશ્વકર્મા જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250210-WA0074-3.jpg IMG-20250210-WA0072-2.jpg IMG-20250210-WA0070-1.jpg IMG-20250210-WA0071-0.jpg