અમદાવાદ ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી વ્યાસ પૂર્ણિમા ની અનેક સદપ્રવૃત્તિ થી ઉજવણી ————————————- અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ,ગાયત્રી પરિવાર નારણપુરા અને વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂરના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે તા.૧૦-૭-૨૦૨૫ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા, ગુરુ પાદુકા પૂજન,તુલસી પૂજન અને નિ:શુલ્ક તુલસી રોપા,ગુરુ ચાલીસા,ગાયત્રી ચાલીસા,મંત્ર લેખન,સત્ સંકલ્પ પત્રનું વિતરણ સિનિયર સિટીઝન હોમમાં રહેતા રહીશોને પ્રસાદ તથા બપોરનો નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી સી.એ રમેશ નાગર,લાયન ભરતભાઈ શેઠ,લાયન ડોક્ટર અબરીશ ત્રિપાઠી અને ગાયત્રી પરિવારના શ્રી કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા.આ પ્રસંગે એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર લાયન ગિરીશ પટેલ હાજર રહ્યા હતા.. ખૂબ જ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારની બહેનો તથા લાયન્સ ક્લબના સભ્યો,વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના વડીલો હાજર રહ્યા હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
