આ બજેટ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે
આ બજેટ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલોમાં સુધારા પર ચર્ચા કરવામાં આવશે. આ બજેટ સત્રમાં ઘણા મહત્વના ર્નિણયો લેવામાં આવશે
૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ મોદી સરકારના ૩જા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ બજેટના એક દિવસ પહેલાં સંકેત આપ્યો છે કે આવનારા બજેટમાં શું શું હોઈ શકે છે તે બાબતે જણાવ્યું હતું કે, આ ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ ૨૦૪૭ પર કેન્દ્રિત રહેશે. બજેટ સત્રમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા મહત્વના ર્નિણયો લેવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે મિશન મોડમાં છીએ અને આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ર્નિણયો લેવામાં આવશે, મને આશા છે કે આ બજેટ સત્રમાં અમે દેશની આકાંક્ષાઓ પર ખરા ઉતરીશું.
પીએમ મોદીએ કહ્યું, ‘હું પ્રાર્થના કરું છું કે દેવી લક્ષ્મી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર તેમના આશીર્વાદ આપે. ભારતે લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે તે ખૂબ જ ગર્વની વાત છે. ભારતે વૈશ્વિક સ્તરે પોતાની જાતને સારી રીતે સ્થાપિત કરી છે. મારા ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે.
આ સાથે પીએમ મોદીએ કહ્યું, ‘હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે ત્યારે ભારત વિકસિત ભારતનું લક્ષ્ય પૂરું કરશે અને આ બજેટ દેશને નવી ઉર્જા અને આશા આપશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આપણો દેશ યુવાન છે. આજે, ૨૦-૨૫ વર્ષની વયના યુવાનો વિકસિત ભારતના સૌથી વધુ લાભાર્થી હશે. જ્યારે તે ૫૦ વર્ષનો થશે, ત્યારે તે નીતિ ઘડતરની બાગડોર સંભાળશે. વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવાના અમારા પ્રયાસો અમારી યુવા પેઢી માટે એક મોટી ભેટ હશે.