Gujarat

કોમર્સ કોલેજ – અમરેલીમાં વેલ-કમ ડે ઉજવાયો.

કોમર્સ કોલેજ – અમરેલીમાં વેલ-કમ ડે ઉજવાયો.
———————-

ડો. ગિરીશ ભીમાણી સાહેબની અધ્યક્ષતામાં પ્રથમ સેમેસ્ટરના વિધાર્થીઓને આવકારવામાં આવ્યા.
____________________ અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા – અમરેલી સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં આજરોજ તા.૧૨/૦૭/૨૦૨૫ના રોજ પ્રથમ સેમેસ્ટરમાં દાખલ થયેલા વિધાર્થીઓને આવકારવા અને સત્કારવા વેલ-કમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રા. જે. એમ. તળાવિયાએ સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા પછી વિધાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જે અંતર્ગત બી.બી.એ. સેમ. 05માં અભ્યાસ કરતા મીત આજુગીયા તથા કુ. કેયા માંજરીયા તથા બી.બી.એ. સેમ. 01માં અભ્યાસ કરતા કુ. દૃષ્ટિ શાહ તથા બી.કોમ. સેમ 01માં અભ્યાસ કરતા હર્ષિલ જોશી અને કુ. દેવાંશી સાવલિયાએ કોલેજ ખાતેના તેમના અનુભવો વર્ણવ્યા હતા અને નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી ડો. ગિરીશ ભીમાણી સાહેબે સૌ વિધાર્થીઓને વાંચન પર ભાર મૂકવા ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલ શ્રીમતિ ભારતીબેન ફિણવિયાએ વિધાર્થીઓને ઊજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. એ. બી. ગોરવાડિયાએ કર્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250712-WA0129.jpg