જામનગર શહેર અને જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે મોટું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નાગરિકોને અસામાજિક તત્વોની માહિતી આપવા અપીલ કરી છે. પોલીસે નાગરિકોની સુરક્ષા માટે ખાસ પહેલ કરી છે.
રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળ કે જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવનારા કે ગેરકાયદેસર કૃત્યો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
નાગરિકો માહિતી આપવા માટે જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર (૦૨૮૮) ૨૫૫૦૨૦૦ અને વોટ્સએપ નંબર ૬૩૫૯૬-૨૭૮૦૦ નો સંપર્ક કરી શકે છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસની કડક કાર્યવાહીના પગલે અનેક અસામાજિક તત્વો શહેર છોડીને ભાગી ગયા છે.
જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચના અધિકારીઓ સક્રિય બન્યા છે. પોલીસની આ કામગીરીને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

