Gujarat

રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી.

રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી.

રાજકોટ શહેર તા.૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ટીમ. ડી.જી.સાહેબે ગુજરાતમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે હેતુથી કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના P.I વી.આર.વસાવા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા અસામાજીક તત્વો જેમા સલીમભાઈ કાસમભાઈ માણેક જાતે,મુસ્લીમ ઉ.૩૮ રહે,પોપટપરા શેરીનં.૧૫/૧૬ રાજકોટ શહેર વાળા વિરૂધ્ધમા રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા કુલ-૧૦ જેટલા અલગ-અલગ પ્રકારના ગુન્હાઓ જેમા આર્મસ એકટ, પ્રોહિબીશન તથા મારામારીના ગુન્હા હોય તેમજ ગેરકાયદેસર દબાણ ધરાવતા હોય જે બાબતે રાજકોટ મહાનગરપાલીકા તથા નાયબ ઈજનરે PGVCL ના અધીકારી તથા કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર દબાણ જેમા ૧-ઓફિસ, ૨-ઓરડીઓ તથા ૧-તબેલો તથા ૧-ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા દુર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250409-WA0120.jpg