Gujarat

કવાંટ તાલુકાના પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યાં

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ સાંસદ જશુભાઇ રાઠવા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંજુરી પત્રનું વિતરણ કરાયું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું.  જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ અગ્રણીઓના હસ્તે વર્કઓર્ડર વિતરણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઇ ભીલ, કવાંટ તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા કારોબારી ચેરમેન પિંટુભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી તથા પી.એમ.એ.વાય.નો સ્ટાફ તથા લાભાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર