Gujarat

કુકાવાવ તાલુકાના અમરાપુર પ્રાથમિક શાળામા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

કુકાવાવ તાલુકાના અમરાપુર પ્રાથમિક શાળામા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી….
28 ફેબ્રુઆરી 2025 ના રોજ અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમા શિક્ષણ ખાતાના વડા નાયબપ્રાથમિક શિક્ષણાધિકારી આદરણીય સાહેબ શ્રી જી.બી.સોલંકી સાહેબ શાળામાં ખાસ વિજ્ઞાનની કૃતિ જોવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના, ગણીતની કૃતિ કાવ્ય રચના, વિશ્વ વિજ્ઞાન દિવસનું મહત્વ દર્શાવતી સ્પીચ, શાળામાં વિજ્ઞાનની 35 જેટલા કાર્યરત મોડેલ જેમાં અતિ આધુનિક ટેકનોલોજી ઉપયોગથી બનાવી શકાય તેવા કાર્યરત મોડેલ, ડિસ્પ્લે દર્શન, આધુનિક પ્રાકૃતિક ખેતી નુ મોડલ, પવનચક્કી, આગ બચવા માટે આપત્તિ વ્યવસ્થાપન, બગીચા ને ખેતરમાં પાણી પાવુ અને પાણી શુદ્ધિકરણ ના આધુનિક પ્રોજેક્ટ, સંદેશાવાહક મોડલ, કાર પાર્કિંગ મોડલ, પીપલ કાઉન્ટિંગ મોડલ, ઓટોમેટીક રેન ડિટેક્ટર, ઓટોમેટીક ફાયર એક્ટીગ્યુ સર, ઓટોમેટીક ક્લોથ પ્રોટેકશન ફોર રેઇન , સ્માર્ટ એગ્રીકલ્ચર, સોલાર સીટી, ઓટોમેટીક સ્ટાર્ટ લાઇટ, મોબાઈલ પ્રોટેક્શન મોડલ, વોટર હાર્વેસ્ટિંગ મશીન, પોલ્યુશન કંટ્રોલ મોડલ, જેવી ઘણી બધી કૃતિઓ બાળકોએ પોતાની વાય કક્ષા મુજબ પ્રદર્શિત કરી અને આ મોડલ નિહાળવા અને સમગ્ર કાર્યક્રમમાં શાળાના અમરાપુર ગામના વતની અને તાલુકા પંચાયતના સભ્યશ્રી મનોજભાઈ હપાણી ,એસએમસી SMC અધ્યક્ષશ્રી નિલેશભાઈ ખોયાણી, પૂર્વ સરપંચ શ્રી જેઠાભાઇ , સરપંચ શ્રી, તલાટી શ્રી,બીઆરસી સાહેબ શ્રી નિરવભાઈ સાવલિયા, સી.આર.સી સાહેબ શ્રી વસંતભાઈ કોરાટ, મધ્યાન ભોજન સંચાલક કિશોરભાઈ, ગામના અગ્રણીઓ,માધ્યમિક શાળા માંથી કાપડિયા સાહેબ, મુકેશભાઈ ઠુમ્મર, બાવીસી બરવાળાના શિક્ષકશ્રી તેમના બાળકો સાથે, કોલેજમાંથી સોરઠીયા સાહેબના પ્રતિનિધિ તરીકે નિલેશભાઈ,AIF માંથી ધારાબેન કથીરિયા અને રવિભાઈ પાથર જેમનો પણ મોડલમાં સહયોગ હોય અને મોડલ નિહાળવા ખાસ પધારેલ આ કાર્યક્રમ શાળાના વડા તરીકે નિતેશ હિરપરા તથા ખાસ કરીને ગણિતવિજ્ઞાન શિક્ષકશ્રી નિરૂપાબેન અને સ્ટાફ પરિવારમા મીતાબેન કવા,પ્રવિણાબેન પટેલ, કિરણબેન કાનપરિયા,દિવ્યાબેનસોજીત્રા,હરેશભાઈ ધોરાજીયા, ભાર્ગવભાઈ હિરપરા,સોનલબેનગજેરા,સત્યજીતભાઈ વાળા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ચાર્મી વડાલીયા માર્ગદર્શક શિક્ષકશ્રીની મદદથી કરવામાં આવ્યું. શાળામાં ધોરણ 6 થી 8 ના તમામ બાળકોને બચત ગલ્લા પેટી, દરેક બાળકો જેમને વિજ્ઞાન કાર્યરત મોડેલમાં ભાગ લીધો હોય તેમને પ્રમાણપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ છે. જેમાં દેવગામ વતની થા તથા એસએમસી અધ્યક્ષ શ્રી સંજયભાઈ વાળા તથા મહંત શ્રી ચંદ્રેશભાઇ વાળા , પૂર્વ સરપંચ શ્રી જેઠાભાઈ પટોળીયા તથા ભક્તિનગરના આચાર્યશ્રી દક્ષાબેન વિરાણીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. તેમને શાળા પરિવાર વતી ધન્યવાદ. આ કાર્યક્રમમાં ગામમાંથી 65 જેટલા વાલીઓ ઉપસ્થિત રહી તથા બરવાળા બાવીસીના 35 બાળકો સાથોસાથ કોલેજ અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં નાયબ ડીપીઇઓ સાહેબ શ્રીસોલંકી સાહેબ અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળા પરીવારની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા….
અહેવાલ = પ્રકાશ વઘાસિયા જીથુડી

IMG-20250228-WA0093-2.jpg IMG-20250228-WA0094-1.jpg IMG-20250228-WA0096-0.jpg