Gujarat

ભાભર આગણવાડી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર 9 ઉપર આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોને તેમજ કિશોરીઓને યોગ વિશે સમજણ આપવામાં આવી તેમજ બાળકોને અને કિશોરીઓને યોગાસન કરાવવામાં આવ્યા હતા.

તેમજ પુર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યાના તેમજ સુપરવાઇઝર સોનલબેન બારૈયા. માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર નંબર 4.9.10.13. વીમુબેન. હીનાબેન. વિધિબેન. રસીલાબેન. કાર્યકરો દ્વારાઆ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી..