Gujarat

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત.

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત.

રાજકોટ શહેર તા.૫/૬/૨૦૨૫ ના રોજ સવિનય જણાવવાનું કે ભારત દેશ તહેવારો અને ઉત્સવોના દેશ તરીકે પ્રખ્યાત છે. જેમાં ગુજરાત રાજય પ્રથમ નંબરનું રાજય છે. ગુજરાતમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઉમંગ ઉજવાય છે તેમજ અન્ય રાજયોનાં તહેવારો અને ઉત્સવો તેટલા જ ઉમંગ ઉત્સાહભેર ઉજવાય છે. પ્રાચીનકાળથી ગુજરાત રાજયનાં નાના-મોટા તહેવારો અને ઉત્સવોની સાથે હંગામી મેળાનું આયોજન થતું આવ્યું છે. જે નાના-મોટા શહેરો ધાર્મિક જગ્યાએ ઉપર હંગામી ધોરણે પ થી ૧૨ નાં દિવસનાં આયોજન થતાં હોય છે. જેમાં રમકડાં, રમત-ગમતના સાધનો, જવેલરી, આર્ટીફીશ્યલ, ફુલ-ઝાડ, હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફર્નીચર, ઈલેકટ્રોનીકસ વસ્તુઓ, ખાણી-પીણી અને આઈસ્ક્રીમના સ્ટોલ્સની સાથે સાથે નાની-મોટી મનોરંજન રાઈડ્સ રાખવામાં આવે છે. જેમાં બાળકો અને મોટેરાઓ માટે મનોરંજન રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મનોરંજન રાઈડ્સ વગર મેળાનું આયોજન અઘુરૂં ગણાય છે. નાના આર્થિક વર્ગના લોકો માટે ધાર્મિક મેળા અને વેકેશન મેળા એ આનંદ પ્રમોદ માટે લોકપ્રિય રહ્યા છે. જેનું આયોજન હંગામી ધોરણે પ દિવસથી દોઢ-બે મહિના માટે પણ થાય છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250605-WA0040.jpg