Gujarat

મેંદરડા: ખોડીયાર સ્કૂલ ખાતે સાત થી પંદર વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ

મેંદરડા: ખોડીયાર સ્કૂલ ખાતે સાત થી પંદર વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેંદરડાની ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં 7 થી 15 વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર,શાળા સંચાલક મનીષ ભાઈ વઘાસીયા,આચાર્ય મહેશ ભાઈ બાલાસરા,વંદે માતરમ્ સમિતિ પ્રમુખ અશ્વિન ભાઇ મહેતા,ગ્રામ પંચાયત સભ્ય શ્રવણ ભાઈ ખેવલાની,મહામંત્રી સ્મિત ઉમરેટિયા,પત્રકાર કમલેશ ભાઈ મહેતા,રવિભાઈ વઘાસીયા, તાલુકા મંત્રી મોહનભાઈ, જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશભાઈ અપારનાંથી,બ્રહ્મા કુમારી સેન્ટર ના બહેનો,બાળકો , ગ્રામજનો,યોગ ટ્રેનર ટીમ વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ નિઃશુલ્ક સમર કેમ્પ તા 16/5/25 થી 30/5/25 દરમ્યાન સવારે 7 થી 9 ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે
રોજ સવારે યોગ શિબિર યોજવામાં આવે છે સાથે બાળકો ને પોષ્ટિક પીણું આપવા આવે છે આ શિબિર માં કુલ ૧૦૦ કરતાં વધુ બાળકો જોડાઈ ને ભાગ લઈ રહ્યા છે

આ યોગ શિબિર માં હરેશ ભાઈ ઠુંમર દ્વારા બાળકોને એક સુત્ર આપવામાં આવેલ “”યોગ ભગાડે રોગ” ” તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સીસપાલજી રાજ્યના દરેક જિલ્લામાં જઈને યોગ થી પ્રેરિત કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા,યોગ કોચ જીગ્નાશા બેન વોરા,તેમજ તેમની ટીમના વૈશાલીબેન,સોનલબેન, મીતાબેન, કાછડીયા ભાઈ જયાબેન,રમીતાબેન, જહેમત ઉઠાવી રહ્યા છે

આવનારી તારીખ ૨૩/૬/૨૫ નાં રોજ પટેલ સમાજ મેંદરડા ખાતે
બપોરે ૩:૦૦ વાગ્યા થી
યોગ સંવાદ નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન સીસપાલ જી ની ઉપસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ યોજાનાર હોય ત્યારે આ કાર્યક્રમ માં મેંદરડા તાલુકાનાં દરેક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી મેળવે તેવી લોકોને અપીલ કરવામાં આવેલ છે

રીપોર્ટ: કમલેશ મહેતા મેંદરડા

IMG-20250526-WA0053-2.jpg IMG-20250526-WA0051-1.jpg IMG-20250526-WA0050-0.jpg