અંબાજી મંદિરના ચાચર ચોકમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યોગ અને ગરબાનો સંગમ જોવા મળ્યો હતો.
યોગ ગુરુ અનીશ રંગરંજની આગેવાનીમાં યોગાભ્યાસ કરાયો હતો. તેમણે જણાવ્યું કે યોગ અને ગરબાનો સમન્વય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગી છે.
11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.યોગ ફોર વન અર્થ-વન હેલ્થ થીમ હેઠળ યોગ અને ગરબાનો સંગમ જોવા મળ્યો હતો.
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, ભક્તિ અને શક્તિના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાયું. જેમાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યોગ ગુરુ અનીશ રંગરંજએ જણાવ્યું હતું કે, યોગ એ શિવનું પ્રતીક છે. ગરબો એ શક્તિનું પ્રતીક છે. યોગ અને ગરબાનો સમન્વય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગી છે. યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગાસન કરાયા હતા. ત્યારબાદ ગરબાના તાલ સાથે યોગાસનો કરાયા હતા.
યોગ અને ગરબાના સંગમથી અંબાજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થયો હતો.આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર, શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. યોગ માનસિક શાંતિ અને આંતરિક શક્તિ આપે છે. ગરબો ગુજરાતની સંસ્કૃતિ, આનંદ અને એકતાનું પ્રતિક છે. બંનેના સંગમથી શરીર અને મન વચ્ચે સમતોલન સર્જાય છે.