હંગેરિયન સરહદ નજીક આવેલા પશ્ચિમ યુક્રેનના મુકાચેવો શહેરમાં અમેરિકન માલિકીની ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરી પર બે રશિયન ક્રુઝ મિસાઇલોથી હુમલો થયો. આ હુમલામાં સુવિધામાં ભારે વિનાશ થયો અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા, એમ મીડિયા સુત્રો એ અહેવાલમાં જણાવાયું છે.
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે મોસ્કોએ એક જ રાતના હુમલામાં ૫૭૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો છોડી હતી.
રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટેલિગ્રામ પોસ્ટમાં પુષ્ટિ આપી હતી કે ઓછામાં ઓછા ૧૫ લોકો ઘાયલ થયા હતા. તેમણે લક્ષ્યને “એક સામાન્ય નાગરિક સાહસ, એક અમેરિકન રોકાણ તરીકે વર્ણવ્યું. તેઓએ કોફી મશીન જેવી પરિચિત ઘરગથ્થુ વસ્તુઓનું ઉત્પાદન કર્યું હતું.”
ઝેલેન્સકીએ ઉમેર્યું હતું કે રશિયાએ “આ હુમલો એવી રીતે કર્યો કે જાણે કંઈ બદલાયું જ ન હોય. જાણે કે આ યુદ્ધને રોકવા માટે વિશ્વ દ્વારા કોઈ પ્રયાસો થયા ન હોય.”
તે કઈ યુએસ ફેક્ટરી હતી?
આ ફેક્ટરી ફ્લેક્સની છે, જે વિશ્વભરમાં ૧૦૦ થી વધુ સુવિધાઓ ધરાવતી બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક છે. યુ.એસ.માં સ્થપાયેલી, કંપની જાહેરમાં દ્ગછજીડ્ઢછઊ પર સૂચિબદ્ધ છે અને તેનું મુખ્ય મથક ઑસ્ટિન, ટેક્સાસ અને સિંગાપોરમાં સંયુક્ત રીતે છે. ફ્લેક્સ ૨૦૧૨ થી તેના મુકાચેવો પ્લાન્ટનું સંચાલન કરે છે, લશ્કરી સાધનો નહીં પણ ગ્રાહક ઉપકરણોનું ઉત્પાદન કરે છે.
પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા માયરોસ્લાવ બિલેત્સ્કીએ નોંધ્યું હતું કે હુમલા સમયે સુવિધાની અંદર આશરે ૬૦૦ કામદારો હતા.
“આ એન્ટરપ્રાઇઝ ફક્ત ઘરગથ્થુ ઉપકરણોનું ઉત્પાદન કરતી હતી. તેણે ક્યારેય કોઈ લશ્કરી સાધનોનું ઉત્પાદન કર્યું ન હતું,” બિલેત્સ્કીએ ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે વિશાળ પ્લાન્ટનો લગભગ એક તૃતીયાંશ ભાગ આગમાં નાશ પામ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં કાટમાળમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેવા મળ્યા હતા.
યુક્રેનમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એન્ડી હંડરે આ હુમલાની નિંદા કરતા કહ્યું: “રશિયા યુક્રેનમાં યુએસ વ્યવસાયોનો નાશ અને અપમાન કરવાનું ચાલુ રાખે છે, જે યુએસ શેરબજારમાં રોકાણ અને વેપાર કરતી કંપનીઓને નિશાન બનાવે છે.”
રસપ્રદ વાત એ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં ઝેલેન્સકી અને અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને સાથે મુલાકાતો કર્યાના થોડા દિવસો પછી જ આ હુમલો થયો.