દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના રાત્રે ૧૦.૧૫ વાગ્યે (૧૩૧૫ ય્સ્) બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. જાે કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ મીડિયાના અહેવાલ મુજબ વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી.
દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એક પેસેન્જર વિમાનની પાછળની સીટમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર તમામ ૧૭૬ લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દક્ષિણપૂર્વીય બુસાનના ગિમ્હે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરીને હોંગકોંગ જઈ રહેલા એર બુસાન વિમાનમાં સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે આગ લાગી હતી. આ વિમાનમાં કુલ ૧૬૯ મુસાફરો અને સાત ફ્લાઇટ એટેન્ડન્ટ્સને ફુલાવી શકાય તેવી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જાેકે આગ લાગવાના કારણ અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી. તેમાં એક વ્યક્તિ ઘાયલ થયાનું કહેવામાં આવ્યું છે પરંતુ અન્ય કોઈ વિગતો આપવામાં આવી નથી.