અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બાઈડને પેલેસ્ટાઈન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજાેરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઈડનના વહીવટની પણ ટીકા કરી. ૨૮ જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના ૫૦ મિલિયન ડોલર (આશરે ૪,૩૨,૯૪,૯૯,૧૩૦ રૂપિયા) ખર્ચાવવાના હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ગયા અઠવાડિયે તેનું પુનઃમૂલ્યાંકન કરીને તમામ વિદેશી સહાય બંધ કરવાનો ર્નિણય કર્યો છે જેમાં ગાઝા માટે કોન્ડોમ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા અમેરિકન ભંડોળનો પણ સમાવેશ થાય છે.
લેવિટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટને સંબોધીને કહ્યું કે, “આ કરદાતાઓના પૈસાનો ખોટો વ્યય છે” વધુમાં તેમણે કહ્યું કે સરકાર યુએસ ડોલર ભંડોળનો સાચો ઉપયોગ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી વ્હાઇટ હાઉસમાં આ પહેલી પ્રેસ બ્રીફિંગ હતી.
સાથેજ ર્ડ્ઢંય્ઈ ના વડા એલોન મસ્કે શંકા વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પરની એક પોસ્ટમાં કહ્યું કે, “મારુ માનવું છે કે તે પૈસાનો મોટો ભાગ કોન્ડમને બદલે હમાસના ખિસ્સામાં જતો રહ્યો. ” વધુમાં તેમણે કહ્યું કે,” ભલે પૈસા ખરેખર કોન્ડોમ પર ખર્ચવામાં આવ્યા હોય છતાં પણ આપણે અમેરિકન ટેક્સ પેયરના પૈસા વિદેશીઓ માટે કોન્ડોમ ખરીદવા માટે વાપરવા જાેઈએ નહીં”
જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૭માં આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયલમાં કોન્ડોમ અને ફુગ્ગાઓ વડે ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો લોન્ચ કરવાનું શરૂ કર્યું. વિસ્ફોટકો સાથે જાેડાયેલા કોન્ડોમ અને ફુગ્ગાઓ શાળાના મેદાનો, ખેતરો અને હાઇવે પર પડ્યા હતા જેના કારણે લોકોને શારીરક અને માનસિક અસર થઈ હતી.