અમેરિકામાં ફરી એકવાર પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકો સવાર હતા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયા સૂત્રો દ્વારા પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત સાંજે ૬ વાગ્યાની આસપાસ થયો હતો.
મીડિયા સૂત્રો થકી આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, આ વિમાન દુર્ઘટનામાં ઘણા ઘરો અને કારોમાં આગ લાગી છે. આ વિમાન મકાનો પર પડ્યું હતું. ફિલાડેલ્ફિયા ઑફિસ ઑફ ઈમરજન્સી મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે કથિત ક્રેશના વિસ્તારમાં “મોટી ઘટના” બની હતી, પરંતુ અન્ય કોઈ વિગતો આપી નથી.
ફિલાડેલ્ફિયા પોલીસ વિભાગ કે ફાયર વિભાગે ટિપ્પણી માટેની વિનંતીઓનો તરત જ જવાબ આપ્યો ન હતો. ફિલાડેલ્ફિયા એ યુએસ સ્ટેટ પેન્સિલવેનિયાનું સૌથી મોટું શહેર છે. તે રાજ્યના દક્ષિણ ભાગમાં છે અને ડેલવેર નદીના કાંઠે સ્થિત છે.