ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. મ્ઝ્રઝ્રૈં ના વાર્ષિક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ૫૧ વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બોર્ડના એક સૂત્રએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, “હા, તેમને વર્ષ ૨૦૨૪ માટે સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે.” ઉલ્લેખનીય છે કે, તેંડુલકરની ૨૦૦ ટેસ્ટ અને ૪૬૩ વનડે મેચ ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા રમાયેલી સૌથી વધુ છે.
તેમણે ૧૫,૯૨૧ ટેસ્ટ રન બનાવ્યા અને વનડેમાં ૧૮,૪૨૬ રન બનાવ્યા. તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં ફક્ત એક જ t20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ૨૦૨૩ માં, આ એવોર્ડ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટ કીપર ફારૂક એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.
એક મહાન બેટ્સમેન તરીકે ગણાતા, તેંડુલકર બધી જ પરિસ્થિતિઓમાં સરળતાથી રન બનાવવા માટે જાણીતા હતા. તેમણે ૧૯૮૯માં ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેઓ બે દાયકા (૨૪ વર્ષ) થી વધુ સમય સુધી ચર્ચામાં રહ્યા. તેના નામે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ૧૦૦ સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેંડુલકર, જેમના નામે અનેક બેટિંગ રેકોર્ડ છે, તે ભારતની ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ટીમનો મુખ્ય સભ્ય પણ હતો. આ તેમનો રેકોર્ડ છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ હતો.