રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ લગભગ ૬.૩ કિમી હતી. જ્યારે મેક્સિકન એજન્સીએ તેની તીવ્રતા ૫.૮ હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. શનિવારે પણ અહીં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટેક્સાસમાં આવેલા ૫.૩ ની તીવ્રતાના ભૂકંપ દરમિયાન એલ પાસો અને ન્યુ મેક્સિકોના લોકોએ ઘરો ધ્રુજવા, ફર્નિચર ખસેડાવા અને લાઇટો ઝૂલતી હોવાના અહેવાલ આપ્યા હતા. કેટલાક લોકોએ તેને અત્યાર સુધીનો સૌથી લાંબો ભૂકંપ ગણાવ્યો, જ્યારે એક ઘરને થોડું નુકસાન થયું.

