International

અમેરિકન પ્રમુખનું વધુ એક મોટું ઐતિહાસિક પગલું

અમેરિકન ફિલ્મ ઉદ્યોગને નવું જીવન આપવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખુબજ મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેમાં વાણિજ્ય વિભાગ અને અમેરિકન વેપાર પ્રતિનિધિ ને અમેરિકાથી બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાગુ કરવામાં આવશે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, વિદેશમાં અમેરિકન સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશોની ટીકા કરી હતી અને આવી સ્થિતિને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ખતરો ગણાવ્યો હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઝડપથી અંત તરફ આગળ વધી રહી છે.

સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પે ઘરેલુ ફિલ્મ પ્રોડક્શન પર ભાર મૂકતાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મોનું નિર્માણ ફરીથી અમેરિકામાં થાય. નવા ટેરિફનો ઉદ્દેશ્ય રમતના મેદાનને લેવલમાં લાવવા અને સ્ટુડિયોને અમેરિકન ધરતી પર તેનું ઓપરેશન જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

વધુમાં ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાના પ્લાન અંગે પણ ખુલાસો કર્યો. અહેવાલ મુજબ, તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં, બ્યુરો ઓફ પ્રિઝન્સને ઐતિહાસિક સુવિધાનું નવીનીકરણ અને વિસ્તરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ૧૯૬૩ માં બંધ કરતા પહેલાં દેશના કેટલાક સૌથી કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ બંને જાહેરાતો ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો ભાગ છે, જેનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો છે. ફિલ્મ ઉદ્યોગ પર ટેરિફ દ્વારા સ્થાનિક નોકરીઓ અને સર્જનાત્મક નિયંત્રણને વેગ મળવાની અપેક્ષા છે, જ્યારે અલ્કાટ્રાઝનું પુનર્નિર્માણ ગંભીર ગુનાઓ સામે કડક વલણ દર્શાવે છે. આ પગલાં અમેરિકન અર્થતંત્ર અને સમાજ પર લાંબા ગાળાની અસર કરી શકે છે, જે રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષાને મજબૂત કરવાના ટ્રમ્પના વિઝનને પ્રતિબિંબિત કરે છે.