International

USના સેનેટની સુનાવણીમાં FBI ચીફ કાશ પટેલના શરૂઆતનાં શબ્દો હતા ‘જય શ્રી કૃષ્ણ’

હવે અમેરિકામાં પણ ‘જય શ્રી કૃષ્ણ’ની ગૂંજ સંભળાય

ભારતીય મૂળના કાશ પટેલને જાય છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે હ્લમ્ૈં ચીફ પદ માટે નોમિનેટ કર્યા છે. જણાવી દઈએ કે તેઓ આ સંદર્ભમાં કન્ફર્મેશન હિયરિંગ માટે સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સમિતિના સભ્યો સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. જ્યારે તેઓ સમિતિ સમક્ષ હાજર થયા હતા, ત્યારે તેમના માતા-પિતા અને તેની બહેન પણ એ હોલમાં હાજર હતા. કાશ પટેલે કમિટીના સભ્યો સાથે તેમના માતા-પિતાનો પરિચય કરાવ્યો અને જય શ્રી કૃષ્ણ કહીને તેમના મોટા-પિતાનું સ્વાગત કર્યું.

સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર થયેલા કાશ પટેલનો વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેવા મળે છે કે તેઓ કમિટી સામે બેઠા પછી, પહેલા તેમના પિતા અને માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે આ ક્ષણે તમારી સામે મારા માતા-પિતા પણ હાજર છે. તેઓ આ પ્રસંગે મારી સાથે રહેવા માટે ભારતથી અહીં આવ્યા છે. મારી બહેન પણ મારી સાથે છે. તે પણ ભારતથી અહીં ફક્ત મારા માટે આવી છે. આ પછી તેઓ પોતાના માતાપિતાને જય શ્રી કૃષ્ણ કહે છે. અને પછી આગળની પ્રક્રિયા શરૂ થાય છે.

કાશ પટેલના માતા-પિતા ૭૦ના દાયકામાં યુગાન્ડાથી કેનેડા ચાલ્યા ગયા હતા. કાશ પટેલનું ગુજરાત સાથે પણ કનેક્શન રહ્યું છે. જણાવી દઈએ કે કાશ પટેલનો જન્મ ન્યુયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હ્લમ્ૈં ચીફ પદ માટે કાશ પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે કાશ પટેલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ લોકોમાંથી એક છે. આ જ કારણ છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો, ત્યારે તેમણે તેમના સૌથી ખાસ કહેવાતા કાશ પટેલને હ્લમ્ૈં ના વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી.