બોલિવુડની સુંદર અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ ૨૦૨૫નું સ્વાગત સુંદર રીતે કર્યું છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં ૨૦૨૪માં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધી ખાસ પળની ઝલક દેખાડી હતી. પરંતુ આ વીડિયોમાં એક ખાસ ભાગ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ઓક્ટોબર મહિનાની ઝલકે સૌનું ધ્યાન ખેચ્યું છે.જેમાં ઈલિયાના તેની પ્રેગ્નન્સી કિટ બતાવતી જાેવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ભાવુક પણ દેખાઈ રહી છે.
આવી સ્થિતિમાં, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ઇલિયાના કદાચ બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ વીડિયો શેર કરતા ઈલિયાનાએ લખ્યું પ્રેમ.. શાંતિ.. દયા આશા છે કે, ૨૦૨૫માં આ બધું થશે અને તેનાથી પણ વધારે. ઇલિયાનાની આ પોસ્ટ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, શું તમે ફરીથી પ્રેગ્નન્ટ છો? તો કોઈએ પૂછ્યું, “બીજું બાળક ૨૦૨૫ માં આવે છે?”. ચાહકો તેની પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઈલિયાનાએ ઓગસ્ટ ૨૦૨૩માં પોતાના પહેલા પુત્ર કોઆનું સ્વાગત કર્યું છે. તેમણે પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જે ખુબ વાયરલ થયા હતા. હવે આપણે અભિનેત્રીની વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈલિયાના ટુંક સમયમાં જ ટીવી સીરિઝમાં જાેવા મળશે. જેને લઈ ચાહકો પણ ખુબ ઉત્સુક છે.ઇલિયાના અને માઇકલે ૨૦૨૩ માં સીક્રેટ લગ્ન કર્યા હતા.
ઇલિયાના અને માઇકલે ૨૦૨૩ માં સીક્રેટ લગ્ન કર્યા હતા.બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આ દિવસોમાં મધરહુડ ઘણો આનંદ માણી રહી છે. તે તેના પુત્ર સાથે સમય પસાર કરી રહી છે.ઇલિયાના ડીક્રુઝે વર્ષ ૨૦૦૫માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ તેલુગુ ફિલ્મ દેવદાસુથી તેની શરૂઆત કરી હતી. આ પછી તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી.