સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે યુક્રેન અને ગાઝામાં થયેલા યુદ્ધોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે ઇઝરાયલ અને રશિયાને “બર્બર કૃત્યો” સમાપ્ત ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાંથી પ્રતિબંધિત કરવા જાેઈએ.
સાંચેઝે કહ્યું કે તેઓ રવિવારે મેડ્રિડમાં પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શનોની નિંદા કરે છે જેના કારણે લા વુલ્ટા સાયકલિંગ રેસમાં વિક્ષેપ પડ્યો અને અંતે અંતિમ તબક્કો અને પોડિયમ સમારોહ રદ કરવામાં આવ્યો.