ઈઝરાયલના કટ્ટર જમણેરીઓ હમાસ સાથેની યુદ્ધ-વિરામ સમજૂતિના સખત વિરોધી છે
ત્યાગપત્રોની જાહેરાત કરતાં ધી રતોત્ઝવા યેદૂદિત પાર્ટીએ ગઠબંધનમાંથી છેડો ફાડી નાખ્યો
ઈઝરાયલ-હમાસ કટ્ટર યુદ્ધ વિરામ સમજૂતીના વિરોધમાં ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટર ઇતમાર બેન ગ્વીર તથા બે અન્ય મંત્રીઓએ નેતન્યા હૂની કેબિનેટમાંથી ત્યાગપત્રો આપ્યાં હતાં. આ જાહેરાત કરતાં ઈઝરાયલની ગઠબંધન સરકારના સાથી પક્ષ ધી રતોત્ઝવા યેદૂદિત પાર્ટીએ ગઠબંધનમાંથી છેડો ફાડી નાખ્યો છે.
જાે કે તેમ છતાં નેતન્યાહૂની સરકારને તેઓ પડવા દેવા માગતા નથી, તેમ પાર્ટી પ્રવકતાએ જણાવ્યું હતું. ઈઝરાયલના વિત્ત મંત્રી બેન્ઝાબેલે ત્યાગપત્ર તો આપ્યું નથી પરંતુ હમાસ-ઈઝરાયલ યુદ્ધ વિરામની ઉગ્ર ટીકા કરી છે. તેઓએ કહ્યું હતું કે, આપણે આપણું ધ્યેય સિદ્ધ કર્યા સિવાય જ યુદ્ધ વિરામ કરીએ તે સ્વીકાર્ય જ નથી. વાસ્તવમાં હમાસનો ખાત્મો કર્યા સિવાય આ યુદ્ધનો અંત આવે તેમ લાગતું નથી.
અન્ય જમણેરી કટ્ટરપંથી મંત્રી તેવા નેશનલ સિકયુરિટી મિનિસ્ટર ઇતમાર બેન સ્વીટ તથા અન્ય બે મંત્રીઓએ તેમના ત્યાગ પત્રો આપી દીધા છ. તેમ તેઓના પક્ષના પ્રવકતાએ કહ્યું હતું. બીજી તરફ વિત્તમંત્રી બેન્ઝાલેસે કહ્યું હતું કે તેમનો પક્ષ રીલીજીયસ ઝિનોઈઝમ પણ હવે ગઠબંધનમાંથી નીકળી ગયો છે. તેણે ફરી કહ્યું હતું કે, આપણે આપણું ધ્યેય સંપૂર્ણ રીતે પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી યુદ્ધ વિરામ દરખાસ્ત વિષે વિચારી ન જ શકાય. વિશ્લેષકો આવા બધા વિધાનો ઉપરથી તારણ આપે છે કે, વાસ્તવમાં હમાસના નામે તેઓ આરબોને જ ગાઝા પટ્ટીમાંથી દૂર કરવા વિચારે છે. અમેરિકાનો તેમાં પૂરો ટેકો છે.