International

રશિયાનો યુક્રેન ની રાજધાની કીવ પર ડ્રોન-મિસાઈલો દ્વારા હુમલો; ૯ના મોત, ૭૦ લોકો ઇજાગ્રસ્ત

રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું

રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે જેમાં રાજધાની કીવમાં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા ૬ બાળકો સહિત ૯ લોકોના મોત અને ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી છે.

કીવમાં સૈન્ય અધિકારી પ્રમુખ તૈમૂર તકાચેંકોએ કહ્યું કે, ‘રશિયાના હુમલાના કારણે કીવમાં અનેક ઈમારતોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેણે મોડી રાત્રે લગભગ એક વાગ્યે હુમલા શરૂ કર્યા હતા અને અમારા ચારથી વધુ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સૌથી વધુ સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.

તેમજ કીવ સિટી મિલિટ્રી એડમિનિસ્ટ્રેશને ટેલીગ્રામ ચેનલ પર કહ્યું કે, રશિયાએ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી કીવ પર હુમલા કર્યા છે. યુક્રેનની સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું કે, હુમલા બાદ ઓછામાં ઓછા ૪૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઈમારકોના કાટમાળ નીચે અનેક લોકો દબાયા છે, જેમને બચાવવા માટે પુરજાેશમાં કામગીરી ચાલી રહી છે.