International

સાઉથ કોરિયાના ફાઇટર જેટે પોતાના લોકો પર બોમ્બ ફેક્યા, વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો

ફાઇટર પાઈલટની ભૂલને કારણે દુર્ઘટના સર્જાઈ, પોતાના લોકો પર ૮ જેટલા બોમ્બ ફેક્યા, ૮ માંથી ૧ વિસ્ફોટ થયો, ૧૫ લોકો ઘાયલ થયા

સાઉથ કોરિયામાં, એક ફાઇટર જેટે એક્સરસાઈઝ દરમિયાન ભૂલથી પોતાના જ નાગરિકો પર ૮ બોમ્બ વરસાવી દીધા. આમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાયુસેનાએ કહ્યું કે પાઇલટે ખોટા કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કારણે બોમ્બ એવા સ્થળો પર પડ્યા જ્યાં લોકો રહે છે. હાલમાં સૈન્ય અભ્યાસ રદ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ચર્ચ અને એક ઘરને નુકસાન થયું હતું. આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગ્યે ઉત્તર કોરિયાની સરહદ નજીક આવેલા પોચિયોન શહેરમાં બની હતી.

એવું માનવામાં આવે છે કે ૮ બોમ્બમાંથી ફક્ત એક જ વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓ બાકીના ૭ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે કામ કરી રહ્યા છે. સાઉથ કોરિયાની વાયુસેનાએ જણાવ્યું હતું કે તેઓ યુએસ વાયુસેના સાથે જાેઈન્ટ એક્સરસાઈઝ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન, દ્ભહ્લ-૧૬ ફાઇટર જેટે ભૂલથી ૮ સ્દ્ભ-૮૨ બોમ્બ વરસાવી દીધા. ફાઇટર જેટ્સ દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બ ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા. સાઉથ કોરિયાના વાયુસેનાએ કહ્યું કે તે ઘટનાની તપાસ કરી રહી છે અને નુકસાન માટે માફી માંગી છે, સાથે જ જણાવ્યું છે કે તેઓ અસરગ્રસ્તોને વળતર આપશે. આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૬૦ વર્ષીય વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તે ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે વિસ્ફોટ થતા ધડાકો સાંભળ્યો. આ પછી, જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તે એમ્બ્યુલન્સમાં હતા. તેમના ગળામાં બોમ્બના છરા વાગ્યા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાઉથ કોરિયા અને અમેરિકા ૧૦ માર્ચથી ૨૦ માર્ચ સુધી જાેઈન્ટ એક્સરસાઈઝ આયોજિત થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી આ પહેલી એક્સરસાઈઝ છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે વધતા ગઠબંધન અંગે ચિંતિત છે.