International

કેન્દ્ર સરકારે કંપનીઓને મોબાઇલ ફોન અને ડેટા સુરક્ષા માટે ‘સંચાર સાથી‘ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો

ટેલિકોમ્યુનિકેશન વિભાગ એ તમામ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ અને આયાતકારોને એક નિર્દેશ જારી કર્યો છે, જેમાં ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરાયેલા તમામ નવા મોબાઇલ હેન્ડસેટ પર સંચાર સાથી એપ્લિકેશનનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

મીડિયા સુત્રો દ્વારા જાેવામાં આવેલા DoT નિર્દેશ અનુસાર, એપ્લિકેશન પ્રથમ ઉપયોગ સમયે દૃશ્યમાન હોવી જાેઈએ, તેની કાર્યક્ષમતા અક્ષમ કરી શકાતી નથી. Apple, Oppo, Vivo, Xiaomi અને Samsung જેવા OEM પાસે આ આવશ્યકતાનું પાલન કરવા માટે ૯૦ દિવસનો સમય હશે.

નિર્દેશ અનુસાર, Apple, Oppo, Vivo, Xiaomi, Samsung જેવા OEM પાસે નવા મોબાઇલ ફોન પર એપ્લિકેશનને પ્રી-ઇન્સ્ટોલ કરવા માટે ૯૦ દિવસનો સમય હશે.

“એવી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે આ એપ્લિકેશનને ડિલીટ કરી શકાતી નથી. આ પાયાવિહોણી છે,” ર્ડ્ઢ્ ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

મે ૨૦૨૩ માં સ્થાપિત થયેલ આ પોર્ટલ ખોવાયેલા મોબાઇલ ફોનની જાણ અને બ્લોક કરવાની, દૂષિત વેબ લિંક્સની જાણ કરવાની, વપરાશકર્તાના નામે મોબાઇલ કનેક્શનની સંખ્યા જાણવાની અને બેંકો અને નાણાકીય સંસ્થાઓની વિશ્વસનીય સંપર્ક વિગતો તપાસવાની મંજૂરી આપે છે.

ર્ડ્ઢ્ના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ આદેશ એ માન્યતા પર આધારિત છે કે તે છેતરપિંડીની જાણ કરવી ખૂબ સરળ બનાવશે.

“હાલમાં, રિપોર્ટિંગનો સમય બદલાય છે કારણ કે વપરાશકર્તાઓને છેતરપિંડી અથવા ચોરાયેલા મોબાઇલ ફોનની જાણ કરવા માટે વેબસાઇટ પર જવું પડે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

જ્યારે પૂછવામાં આવ્યું કે જાે એપ્લિકેશન ઉપકરણ પર જ હોય તો વપરાશકર્તાઓ ખોવાયેલા ફોનની જાણ કેવી રીતે કરશે, ત્યારે અધિકારીએ કહ્યું કે પોર્ટલ “એટલું અદ્યતન” છે કે વપરાશકર્તાઓને તેમનો ૈંસ્ઈૈં નંબર યાદ રાખવાની જરૂર નથી. “સરકાર ઇચ્છતી નથી કે નાગરિકો પર બોજ આવે,” અધિકારીએ ઉમેર્યું.

સંચાર સાથી એપ્લિકેશન અન્ય સેવાઓ પ્રદાન કરશે જેમ કે વપરાશકર્તાના નામે જારી કરાયેલા મોબાઇલ કનેક્શન તપાસવા, હેન્ડસેટ અસલી છે કે નહીં તે ચકાસવા અને શંકાસ્પદ સંદેશાવ્યવહાર અથવા સ્પામની જાણ કરવી. વેબસાઇટથી વિપરીત, એપ્લિકેશનને ફોન પર ર્ં્ઁ ચકાસણીની જરૂર રહેશે નહીં.

“આ સમય બચાવે છે અને છેતરપિંડીના કિસ્સાઓમાં, થોડીક સેકન્ડ પણ મહત્વપૂર્ણ છે,” અધિકારીએ જણાવ્યું હતું.

ર્ડ્ઢ્ અનુસાર, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં સાયબર છેતરપિંડીને કારણે લગભગ ?૩૫,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ આ નિર્દેશના અમલીકરણમાં ર્ંઈસ્જ પાસેથી સંપૂર્ણ સહયોગની અપેક્ષા રાખે છે.