ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના એક એરપોર્ટ પર શનિવારે સવારે એક હળવું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, સવારે ૧૦ વાગ્યે (શુક્રવારે 2300 GMT) ઉડાન ભર્યાના થોડા સમય પછી, રાજ્યની રાજધાની સિડનીથી લગભગ ૮૫ કિમી (૫૩ માઇલ) દક્ષિણમાં શેલહાર્બર એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું હતું.
“જમીન સાથે અથડાયા પછી, વિમાનમાં આગ લાગી હતી જેને ફાયર એન્ડ રેસ્ક્યુ NSW દ્વારા બુઝાવવામાં આવી હતી,” પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. “ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.”
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ ન્યૂઝ સાઇટ પર ક્રેશ સ્થળના એરિયલ ફૂટેજમાં રનવે પર વિમાનનો બળી ગયેલો કાટમાળ જાેવા મળ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ગુનાના સ્થળની સ્થાપના કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોને જાણ કરવામાં આવી છે.