National

કુંભ મેળામાં આગ લાગી, સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં ૨૦-૨૫ ટેન્ટ બળીને ખાક

પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ માહિતી નથી. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં લીધા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર ૧૯માં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયા પછી આગ લાગી હતી અને થોડી જ વારમાં ૨૦-૨૫ ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. આગને કાબુમાં લેવા માટે છ ફાયરની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ અને દ્ગડ્ઢઇહ્લની ટીમો આગને કાબુમાં લેવા માટે આસપાસના વિસ્તારોને ખાલી કરાવી રહી છે. શાસ્ત્રી બ્રિજ અને રેલવે બ્રિજ વચ્ચેના વિસ્તારમાં આગ લાગી હતી. આ આખો વિસ્તાર મહાકુંભ મેળા વિસ્તારમાં આવે છે. ટેન્ટમાં રાખેલા સિલિન્ડરો એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા હોવાથી આગ વધુ ગંભીર બની હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગની ઘટના બાદ સમગ્ર મેળા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકો આગગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.