યુએસના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મહિલાનું મોત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર વ્હાઈટ હાઉસથી ફક્ત ૫ કિમી દૂર આવેલી પોટોમેક નદીમાં મિલિટરી હેલિકોપ્ટરની ટક્કરથી ખાબકેલા વિમાનમાંથી ૨૮ લાશો બહાર કાઢી લેવામાં આવી છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં તૂટી પડતાં જ આકાશમાં જાણે ભયંકર આતશબાજી થઈ હોય તેવો ઘાટ જાેવા મળ્યો હતો.
અમેરિકાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઇનર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં કુલ ૬૭ લોકોના મોત થયા છે. આમાં દ્ગઇૈં મહિલા અસરા હુસૈન રઝાનો પણ સમાવેશ થાય છે.
૨૦૦૧ પછી અમેરિકામાં આ સૌથી ઘાતક વિમાન દુર્ઘટના છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી, જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૫૩૪૨ એરપોર્ટ નજીક આવતાં જ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી.
૨૬ વર્ષની રઝાના સસરા ડૉ. હાશિમ રઝાએ સીએનએનને જણાવ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં તેમની પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે. હાશિમે કહ્યું કે રઝાએ ૨૦૨૦ માં ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. તેમનો દીકરો અને રઝા એક જ કોલેજમાં ભણતા હતા અને બંનેના લગ્ન ઓગસ્ટ ૨૦૨૩માં થયા હતા. તેના સસરાએ જણાવ્યું હતું કે રઝા વોશિંગ્ટનમાં એક હોસ્પિટલ પ્રોજેક્ટ પર કામ કરતા સલાહકાર હતા અને આ પ્રોજેક્ટ માટે મહિનામાં બે વાર વિચિટા જતા હતા.
મીડિયા સૂત્રો અનુસાર, ઇમરજન્સી રૂમમાં તેની શિફ્ટ પૂરી થયા પછી રઝા ઘણીવાર મોડી રાત્રે તેને ફોન કરતી હતી, જેથી ખાતરી કરી શકાય કે તે ઘરે પાછા ફરતી વખતે જાગી જશે. “તેણે જે કંઈ કર્યું, તેમાં પોતાનું શ્રેષ્ઠ આપ્યું,” એમ તેના સસરાએ જણાવ્યું હતું.