શુક્રવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં તાંબરમ નજીક નિયમિત તાલીમ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું. બપોરે ૨ વાગ્યાની આસપાસ એકાંત જંગલ વિસ્તારમાં વિમાન જમીન પર ક્રેશ થયું તે પહેલાં પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો.
વાયુસેનાએ કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે, અને વધુ માહિતીની રાહ જાેવાઈ રહી છે.
ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, PC-7 નિયમિત તાલીમ મિશન કરી રહ્યું હતું ત્યારે તે તાંબરમ એરબેઝ નજીક તૂટી પડ્યું. IAF એ અહેવાલ આપ્યો છે કે પાઇલટ સુરક્ષિત રીતે બચી ગયો છે.
ક્રેશના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નો આદેશ આપવામાં આવ્યો છે.

