National

જળ જીવન મિશન માટે બજેટ બજેટ રૂ. ૬૭,૦૦૦ કરોડ સુધી વધારવામાં આવ્યું

જળ જીવન મિશન ૨૦૨૮ સુધી લંબાવવામાં આવ્યું, આગામી ત્રણ વર્ષમાં ૧૦૦% કવરેજ પ્રાપ્ત કરવાનું મિશન

સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન માટે કુલ બજેટ ખર્ચ રૂ. ૬૭,૦૦૦ કરોડ સુધી વધારવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે આ મિશનને ૨૦૨૮ સુધી લંબાવવામાં આવ્યું છે.

શ્રીમતી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે ૨૦૧૯થી ભારતની ગ્રામીણ વસ્તીના ૮૦ ટકાનું પ્રતિનિધિત્વ કરતા ૧૫ કરોડ પરિવારોને જળ જીવન મિશનનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ મિશન હેઠળ પીવાના નળના પાણીના જાેડાણોની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા કવરેજ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે.

જળ જીવન મિશનનું ધ્યાન “જન ભાગીદારી” દ્વારા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજનાઓના માળખાગત સુવિધાઓ અને સંચાલન અને જાળવણી પર રહેશે. ટકાઉપણું અને નાગરિક-કેન્દ્રિત પાણી સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અલગથી સમજૂતી કરાર કરવામાં આવશે, એમ શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું.