National

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે દમણ ગંગા નદી પર પુલનું નિર્માણ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આયોજિત ૨૧ નદી પુલોમાંથી આ સોળમો નદી પુલ છે. વલસાડ જિલ્લામાં સ્થિત પાંચેય (૦૫) નદી પુલો હવે પૂર્ણ થઈ ગયા છે. સમગ્ર કોરિડોર પર કુલ ૨૫ નદી પુલો બનાવવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં એમએએચએસઆર રૂટ લગભગ ૫૬ કિમી લાંબો છે (દાદરા અને નગર હવેલીમાં ૪.૩ કિમી સહિત) જે જરોલી ગામથી શરૂ થાય છે અને વાઘલદરા ગામ ખાતે સમાપ્ત થાય છે. રૂટમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, ૩૫૦ મીટર લાંબી ટનલ, ૦૫ નદી પુલ અને ૦૧ પીએસસી પુલ (૨૧૦ મીટર)નો સમાવેશ થાય છે.

નદી પુલની મુખ્ય લાક્ષણિકતાઓ છે:

• લંબાઈ: ૩૬૦ મી
• તેમાં ૯ પૂર્ણ-ગાળાના ગર્ડર (દરેક ૪૦ મી) હોય છે.
• પિઅર ઊંચાઈ – ૧૯ મી થી ૨૯ મી
• તેમાં ૦૪ મીનો એક ગોળાકાર થાંભલો, ૦૫ મી નો એક અને ૦૮ ૫.૫ મી વ્યાસનો બનેલો છે.
• આ પુલ બોઈસર અને વાપી બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બે સ્ટેશનો વચ્ચે બીજાે એક નદી પુલ જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયો છે તે છે દરોથા નદી પુલ.
• આ નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ ૧ કિમી અને બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશનથી ૬૧ કિમી દૂર છે.
• વલસાડ જિલ્લામાં પૂર્ણ થયેલા અન્ય નદી પુલોમાં ઔરંગા (૩૨૦ મીટર), પાર (૩૨૦ મીટર), કોલક (૧૬૦ મીટર) અને દરોથા (૮૦ મીટર)નો સમાવેશ થાય છે.
વધારાની માહિતી

દમણ ગંગા નદી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વાલવેરી ગામ નજીક સહ્યાદ્રી ટેકરીઓમાંથી નીકળે છે. તે લગભગ ૧૩૧ કિલોમીટર સુધી વહે છે, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને દમણમાંથી પસાર થાય છે અને પછી અરબી સમુદ્રમાં મળે છે.

આ નદી પીવા, સિંચાઈ અને ઔદ્યોગિક ઉપયોગ માટે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. વાપી, દાદરા અને સિલવાસા જેવા ઔદ્યોગિક નગરો તેના કિનારે આવેલા છે. નદી પરનો મધુબન બંધ એક મુખ્ય જળ સંસાધન પ્રોજેક્ટ છે જે ગુજરાત, ડીએનએચ અને દમણ અને દીવને લાભ આપે છે, જે સિંચાઈ, પાણી પુરવઠા અને વીજળી ઉત્પાદન માટે પાણી પૂરું પાડે છે.