દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુના મામલામાં દાખલ કરવામાં આવેલી PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે અને ઝ્રત્નૈં જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. ઁૈંન્માં, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં તમામ રાજ્યો દ્વારા કુંભ મેળાના વિસ્તારમાં સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ કરવામાં આવી છે. આવા મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ફૈંઁ મૂવમેન્ટ મર્યાદિત કરવા અને સામાન્ય માણસ માટે વધુમાં વધુ જગ્યા રાખવાની માગણી કરવામાં આવી છે. પિટિશનમાં દેશની મુખ્ય ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવા, યાત્રિકોને મોબાઈલ, વોટ્સએપ પર માહિતી આપવા, મોટા ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગ ન થાય તે માટે અને લોકોને સાચી માહિતી આપવાની માગણી કરવામાં આવી છે, પરંતુ પહેલા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.